પરિચય

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. પ્રખર રાષ્ટ્રભકત, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એક અજોડ પ્રતિભા હતા.

આપણાં દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી-લોકલાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભૂલી શકીએ તેમ નથી, કેમ કે તેમણે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે, આ અખંડ ભારતનાં શિલ્પી એવા વિરલ વ્યક્તિને આપણે કેમ ભૂલી શકીએ? સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ ગુજરાતમાં નડીઆદનાં એક સામાન્ય ખેડૂતના ઘરમાં ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫માં થયો હતો. સરદાર વલ્લભભાઈને ખેડૂતો માટે અપાર પ્રેમ હતો. બ્રિટીશ સરકારે ખેડૂતો પર જમીનને લગતો વેરો દાખલ કર્યો હતો એ વખતે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને વેરો ભરવાની મનાઈ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો, જેથી બ્રિટીશ સરકારે એમને અને ખેડૂતોને જેલમાં પૂરી દીધા હતા, ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું.

બ્રિટિશ શાસનના અંત પછી સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ દેશી રજવાડા એકત્રિત કરી એક અખંડ ભારતનાં નિર્માણનું બીડું ઝડપ્યું હતું. તેમની નિખાલસતા અને મુત્સદીગીરીથી સરદારના નેતૃત્વએ ભારતનાં પ્રત્યેક રજવાડાને સ્વતંત્ર ભારતમાં સમાવિષ્ટ કરાવ્યો હતો.

ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતના બીજા પનોતા પુત્ર અને ભારતના લોક લાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણનું સેવેલું સોણલું સાકાર થયું છે. ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એકતા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં રેલાશે.

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલિ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે. આ પ્રતિમા દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્રોત બનશે.

હેતુ

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટનને યાદગાર બનાવવું
  • સરદાર પટેલના સંદેશને હાલના જીવનમાં તેની અગત્યતાને લોકો સુધી પહોંચાડવા
  • સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ ફેલાવવો
  • રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી
  • જ્ઞાતિ અને ધર્મથી પર રહીને રાષ્ટ્રવાદ કેળવવો
  • ઑક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન ગુજરાતનાં ૧૦,૦૦૦ થી વધુ જેટલાં ગામોને વિશેષ રથથી આવરી લેવા
  • તબક્કો ૧ - ૫,૦૦૦થી વધુ ગામડાં ઓક્ટોબરમાં
    તબક્કો ૨ - ૫,૦૦૦થી વધુ ગામડાં નવેમ્બરમાં
Inaugration

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઉદ્દઘાટન

Communication

પુનઃદ્રઢીકરણ માટે સરદાર પટેલનું યોગદાન

Nationalism

સામાજિક સદભાવના અને અખંડ ભારત

Religion

જ્ઞાતિ અને ધર્મથી પરે

કાર્યક્રમ વિષેની માહિતી

g41
g40
g39
g38

માનનીય મુખ્ય મંત્રીશ્રીનો સંદેશ

Vijay Rupani
Letter
Letter